Friday, 25 March 2016

Chandrakant bakshi-amazing gujarati

બક્ષીવાણી
* હું જીવું છું. મને ફાવે એમ જીવું છું. બીજા કોઈ ને તકલીફ આપતો નથી, અને બીજા કોઈ ને સુધારી નાખવાનો જુલમ હું કરતો નથી. મને ગમે છે, માટે સારુ છે. કોઈ ને ગમાડવા માટે હું જીવતો નથી...કોઈ ને ખરાબ ન લાગે એ માટે હું જીવતો નથી. હું મારી જીંદગી જીવું
છું... અને મને એક જ જીંદગી મળી છે. મારે કેમ જીવવું એ પણ બીજા લોકો નક્કી કરી આપશે ?
-'સમકાલ'માં બક્ષી

*કેટલા સારા થવું, કેટલા ખરાબ થવું, કેટલું સાચું બોલવું, કેટલું જુઠ્ઠુ બોલવું - આ પ્રશ્નો મારે માટે જીવનના સૌથી અઘરા પ્રશ્નો રહ્યા છે
- 'બક્ષીનામા'માં બક્ષી