Thursday, 28 July 2016

#‎મદારી‬ (Madaari)

  ઈરફાન ખાન એની એક્ટીંગ, રીયલ ઈમોશન્સ અને એટ અ ટાઈમ પરફોર્મન્સ થી જ તમને એના ફેન બનાવી દે એવો લાજવાબ અભિનેતા છે એ વાતમાં કોઈ બે મત નથી અને એક વર્ષની અંદરના ગાળામાં આવેલી " તલવાર " તેમજ " જઝ્બા " અને પછી " મદારી " એ તેની યશકલગીમાં એક વધુ ઉમેરાયેલું પીંછું છે ... અલબત્ત એના તમામ મુવિઝમાં એનો અભિનય દિલધડક, અફલાતૂન અને સદાબહાર જ હોય છે .
એક સામાન્ય વ્યક્તિ ધારે તો આખી ગવર્મેન્ટ અને સિસ્ટમને હલાવી દે અને ભલભલા વીઆઈપીઓને પણ ધૂળચાટતા કરી દે એવી તાકાત ધરાવતો જ હોય છે .
પિક્ચર જોતી વખતે ક્યાંક ક્યાંક " વેડનસડે " વાળા નાસિરુદ્દીન શાહ યાદ આવી જાય ... બાળ કલાકાર નો રોલ ભજવતો નાનકડો " વિશેષ બંસલ " પણ ઈરફાનનો વખાણવા લાયક સાથ આપે છે ....
એક પિતાના રોલ તરીકે ઈરફાનનો અભિનય શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી .... ગ્રે શેડ ની એક્ટીંગમાં પણ બંદો બાજી મારી જાય છે ... ડગલે ને પગલે આવતા પાવરફુલ પંચ જેવા ડાયલોગ ; ઈરફાન અને રોહનની રાજસ્થાનમાં ટ્રેનમાં થતી વાતો અને પિક્ચરનો ભવ્ય અંત પિક્ચરનું જમા પાસું છે ....
પિક્ચર તમને થ્રીલ કરાવશે ... સસ્પેન્સ પણ લગાડશે .... રડાવશે પણ .... હેટ્સ ઓફ ટુ ડાયરેક્ટર " નિશીકાંત કામત " સાહેબ અને સ્ટોરી રાઈટર " શૈલા કેજરીવાલ " મેમ ..... વન્ડરફૂલ વર્ક ....
મૂવીના અમુક યાદગાર પંચ :-
" सरकार भ्रष्ट है ऐसा नहीं है ; भ्रष्टाचार के लिये ही सरकार बनी है "
" गलती तुम लोगों की है ; हम तो सपने दिखाते हैं और आप लोग सपने देखने भी लगते हों "
" सरकार कोन्ट्राक्टर है तो ओपोझिशन ठेकेदार है ; हम सब मिल बांट के ही खाते हैं "
" કોઈ પણ પ્રકારના રિવ્યુની રાહ જોયા વગર જ જોઈ અવાય એવું પિક્ચર અને કદાચ ઈરફાન ના ફેન તરીકે હું આ મૂવી જોવામાં થોડો મોડો પડ્યો "

‪#‎Excellent‬

Tuesday, 26 July 2016

Remember & Never Forget Today is the 17th anniversary of named after the success of Operation in 1999.