એક નાનકડી વાત છે વાંચજો અને વિચારજો જરૂર,,,,. . . . . . . . હમણાં રસ્તા
ઉપર જતો હતો તો જોયું કે એક બાળક ૭૦ રૂપિયા ની બે સાવરણી વેચતો હતો અને
લોકો એની જોડે ભાવતાલ કરી ત્રણ લઇ જ જતા હતા . . .. મેં બે સાવરણી લીધી અને
એને કહ્યુ ં કે તું ૮૦ રૂપિયા ની ૨ સાવરણી કેહ્જે તો બધા ૭૦ માં લઇ જશે
,,, . . થોડીક વાર પછી જયારે પાછો આવતો હતો ત્યારે એજ છોકરો મને મળ્યો,
મારો અભાર વ્યક્ત કર્યો કે હવે તેની સાવરણીઓ ૭૦ માં બે વેચાતી હતી ,પણ આ
વાતે મને એટલે શેર કરવા નું મન થયું મિત્રો કે આપડે કરોડપતિ અંબાની,
તાતા, બિરલા સાથે તો કોઈ દિવસે ભાવતાલ કરતા નથી અથવા સાચું કહું તો કરી
સકતા નથી, ૧૦-૧૫ રૂપિયા ની કોલ્ડ ડ્રીન્કસ મોલ માં ૫૦-૧૦૦ હોશે હોશે આપી
દિયે છીએ,ઘણા મિત્રો કહે છે કે અરે આ ગરીબ લોકો પણ લૂટતા જ હોઈ છે,હશે, ૧૦ -
૧૫ રૂપિયા ના દીવા વગરે માં કેટલું લુટી લેસે? કે પછી આપડે આ કરોડો રૂપિયા
લુટી લેનાર ને તો કઈ કરી નથી સકતા તો આ બાળક સામે જ વિરોધ કરીએ?? . . તો
દિવાળી નો સમય છે, થોડાક ગરીબ રસ્તે રેહતા બાળકો ને પણ બે પૈસા રળાવી દઈએ
તો કેવું??
No comments:
Post a Comment