જંગલમાં એક સસલો પોતાના ઘરની બહાર બેસીને લેપટોપ
પર ઠકાઠક કરતો હતો.
શિયાળ ત્યાંથી પસાર થયું,
શિયાળ : કેમ સસલા, શું કરે છે ??
સસલો : ધંધામાં શિયાળને કેમ પછાડવો એનું પ્લાનિંગ
કરું છું.
શિયાળ : હવા માં નાં છોડ.
સસલો : ઘરમાં આવ જવાબ આપું !
શિયાળ સસલા જોડે ઘરમાં ગયું, 5-10 મિનીટમાં સસલો શિયાળનાં હાડકા સાથે બહાર આવ્યો.
આ વાતની વાઘને ખબર પડી તો વાઘ આવ્યો,
"એલા સસલા તે શિયાળને ફાડી ખાધું એવા ખબર મળ્યા"
સસલો : હાલ્તી નો થા...બાકી તનેય ફાડી ખાઈશ
વાઘ : મારો બેટો જબરો બહાદૂર થઇ ગયો છે !
સસલો : ઘરમાં આવ ખબર પાડી દવ તનેય !
અને 20 મિનીટમાં તો સસલો વાઘનાં હાડકા લઇને બહાર નીકળ્યો।
આખા જંગલમાં હાહાકાર મચી ગયો, કે આ સસલા એ
તો વાઘ ને ફાડી ખાધો.
છેવટે જંગલના પ્રાણીઓએ એક કાગડાને જાસુસી કરવા સસલાનાં ઘરે મોકલ્યો ત્યારે ખબર પડી કે સસલો તેના ડ્રોઈંગ રૂમમાં સુતેલા સિંહને પંખો નાખતો હતો.
મોરલ : ધંધામાં ઘણીવાર તમે કેવા અને ક્યા છો એની સાથે સાથે તમારો પાર્ટનર કોણ અને કેવો છે એ વસ્તુ પણ મહત્વ ની છે.
No comments:
Post a Comment