Thursday, 22 January 2015

Window 10 consumer preview launched

બુધવારે લંડનમાં વિન્ડોઝ ૧૦નો કન્જ્યુમર પ્રિવ્યૂ લોન્ચ થયો. આ ઇવેન્ડ લંડનમાં સવારે નવ વાગ્યાથી(ભારતીય સમયાનુસાર ૨૧ જાન્યુઆરી, રાત્રે ૧૦.૩૦ વાગ્યે) શરૂ થયો.

 ખાસિયત

આ વિન્ડોઝ ૮ની જેમ સંપૂર્ણ રીતે ટાઇલ્સવાળુ ઇન્ટરફેસ નથી. જો તમે તેમાં ઓએસના કી-બોર્ડનો ઉપયોગ કરી રહ્યાં છો, તો સ્ટાર્ટ મેનુ મળશે. જેમાં સ્ટાર્ટ મેનુની અંદર ટાઇલ્સવાળા ફીચર આપવામાં આવ્યા છે. ટચ મોડમાં તમને ફૂલ ટાઇલ ઇન્ટફેસ મળશે. માઇક્રોસોફ્ટના વાઇસ પ્રેસિડેન્ટ(વિન્ડોઝ ગ્રૂપ) જો બિલફોર્ડ અનુસાર, આ એવું છે કે કી-બોર્ડ, માઉસને પસંદ કરનારા યુઝર્સને કોઇ સમસ્યા ન થાય.
 
 એક પ્લેટફોર્મ જે દરેક ડિવાઇસ પર એક સરખું હશે

વિન્ડોઝ ૧૦માં સિમિલર પ્લેટફોર્મ અનુભવ મળશે. વિન્ડોઝ ૧૦ને જે પણ ડિવાઇસમાં ઉપયોગમાં લેવામાં આવે(૪થી લઇને ૮૦ ઇન્ચ સુધી), તેનો લે આઉટ એક જેવો જ રહેશે અને વર્કિંગ અનુભવ પણ એક સરખો જ હશે. તેનો અર્થ એ છેકે વિન્ડોઝ યૂઝર્સને કોમન પ્લેસ્ટોર, સર્ચ, ખરીદી અથવા એપ્લિકેશનનો ઉપયોગ કરવા મળી શકે છે. આ સોફ્ટવેર સ્માર્ટફોનથી લઇને હાઇબ્રિડ ડેસ્કટોપ્સ સુધી ઉપયોગમાં લઇ શકાય છે.

 શું ખાસ છે ઇવેન્ટમાં
 
 ઇવેન્ટમાં માત્ર વિન્ડોઝ ૧૦ના કન્ઝ્યુમર વર્ઝન જ નહીં, પરંતુ ઘણું બધુ લોન્ચ થશે.

 નવું બ્રાઉઝર
 
 છેલ્લા કેટલાક સમયથી જ્યાં નવા વિન્ડોઝ બ્રાઉઝરની વાત ચાલી રહી હતી, હવે કંપનીએ પણ ઇન્ટરનેટ એક્સપ્લોરરના સ્થાને પોતાનું નવું ઇન્ટરનેટ બ્રાઉઝર(કોડ નેમ સ્પાર્ટન) લોન્ચ કર્યું. આ બ્રાઉઝર ક્રોમ અને ફાયરફોક્સની જેમ હશે.

 વિન્ડોઝ ૧૦ મોબાઇલ
 
 આ ઇવેન્ટમાં વિન્ડોઝ ૧૦ ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત મોબાઇલ પણ લોન્ચ થયો. ચીનની એક વેબસાઇટ પર તેની ઇમેજ પણ લીક કરી દેવામાં આવી હતી.
 
કોર્ટાના
 
 વિન્ડોઝ ૧૦ના સૌથી મહત્વના ફીચર્સમાનું એક કોર્ટાના છે. માઇક્રોસોફ્ટના આ પર્સનલ વોઇસ અસિસ્ટેન્ટ ઘણા ચર્ચામાં રહ્યાં છે. વિન્ડોઝ ૧૦માં એપ્સને નવા રૂપમાં રજૂ કર્યું છે. યૂઝર્સ માટે ઘણા એપ્સ છે, જેમાં અપડેટેડ કેમેરા, કેલ્ક્યૂલેટર, ગેમિંગ એપ્સ વિગેરે હશે.

No comments:

Post a Comment