Friday, 6 November 2015

દિવાળી !




નાનાં હતાં ત્યારે કેટલી મોટી લાગતી હતી…..ને હવે મોટાં થયાં તો દિવાળી જાણે નાની થઈ ગઈ….! તાણી તૂસીને બચાવેલી રકમમાંથી મા થોડો મોહનથાળ ને સુખડી કરતી ક્યારેક ઘી ઓછું પડે તો ક્યારેક એલચી મળે પણ એના સ્વાદમાં માની ભારોભાર લાગણી નીતરતી.
એટલે તો એકાદ ટુકડો લેવા કેટલાય કજિયા કરતાં….
ને મા સમજાવતી, ‘બેટા, એમ થોડું ખવાય હરતાં ફરતાં….?’
આજે જુદા જુદા રંગની…. જુદા જુદા પ્રાંતની…. નામે આવડે એવી આઠ-દસ મિઠાઈનાં બોક્સ ફ્રિજમાં પડ્યાં પડ્યાં ઠરે છે, અને હરતાં ફરતાં એની સામે જોતાં જઈએ છીએ તો પણ હવે મોંમાથી નાનપણ જેવી તીવ્ર ઈચ્છાનું પાણી ક્યાં ઝરે છે…!?
ધનતેરસે સુંવાળી વણતાં વણતાં મા, બેસતા વરસે કોણ કોણ આવશે તેની યાદી કરાવતી પછી કોનું સ્વાગત કઈ રીતે કરશું
એવા ઉમળકાના ચોસલા પાડતી.
કોઈને ગરમ નાસ્તો ને કોઈને કોરો કોઈને ચા કે શરબત ને બાળકોને દૂધનો કટોરો એના જર્જરિત થઈ
ગયેલા નાના પર્સના છેલ્લા સિક્કા સુધી અકબંધ રહેતો માનો મોંઘેરો ઉમંગ ક્યાંથી લાવવો…?
આજે પાંચ દિવસની રજામાંઆઉટ ઑફ સ્ટેશનનું આયોજન કરી બધીયેઝંઝટમાંથી છૂટવા મથતી આપણી વૃત્તિ પર રંગ કેવી રીતે ચડાવવો….?
બોનસ, ડી.. ડિફરન્સ કે એરિયર્સકશું નહીં. માની ત્રણ મહિનાની બચત ને પપ્પાના બે મહિનાના ઓવરટાઈમમાંથી દિવાળી કરવાની પણ તો કોઈ બેરિયર્સ નહીં….
દિવાળીની રાત્રે જાતે ધોઈને…. હાથ દઈને ગડી કરી ગાદલા નીચે મૂકી ને ઈસ્ત્રી કરાયેલો ड्रेस બેસતા વર્ષે વટભેર પહેરવાનો જે આનંદ હતો, તે આનંદ આજે રંગબેરંગી કપડાંથી ઠાંસોઠાંસ ભરેલા વૉર્ડરોબમાં ક્યાં સંતાતો ફરે છે
ખરેખર…. આપણે મોટાં થઈ ગયાં…. અને આપણી દિવાળી નાની થઈ ગઈ….!!

Saturday, 31 October 2015

લોખંડીપુરૂષ વલ્લભભાઈ પટેલ

ચંદ્રકાંત બક્ષીએ એક વાર એ મતલબનું લખ્યું હતું કે, ગુજરાતમાં દર થોડા સમયે છોટે સરદાર, મોટે સરદાર, ખોટે સરદાર, લોટે સરદાર કે તળિયા વગરના લોટે સરદારો ભાદરવાના ભીંડાની જેમ ફૂટી કે ફાટી નીકળે છે. પણ ગુજરાત અને ભારતના ઈતિહાસમાં સરદાર શબ્દનો એક જ અર્થ થાય છે, લોખંડીપુરૂષ વલ્લભભાઈ પટેલ. પાટીદાર આંદોલનમાં વારંવાર ઉછળતો 'જય સરદાર-પાટીદાર'નો નારો જરા ખટકે છે. જય સરદાર સુધી ઠીક છે પણ એના પછી તરત જ આવી જતો પાટીદાર શબ્દ સરદારનું કદ ઘટાડે છે. સરદાર કંઈ માત્ર પાટીદારોના નેતા નહોતા કે 'જય સરદાર-પાટીદાર'ના નારા લાગે. આવું કરીને તો કેટલાક પાટીદાર નેતાઓ એક વિશ્વસ્તરીય નેતાની છબી એક જ્ઞાતીના નેતા જેવી ચિતરી રહ્યાં છે.

Friday, 23 October 2015

એક વ્યક્તિ વિશેષ કથા

ગુજરાતનું ગૌરવ વંતું શહેર ગોંડલના ભોજપરા રહેણાંક વિસ્તારમાં છેલ્લા ૬૦ વર્ષથી ગરબી કરાવતા શ્રીમાન હરિભાઈ પાંભર એક કથા સમાન છે. કારણ તેઓ શ્રી એ આ ગરબી તેની પંદર વર્ષ જેવી કિશોર વય થી શરુ કરી છે. વન મેન આર્મી જેવુ તેમનું કાર્ય છે.
દર નવરાત્રી એ ૬૦ થી ૬૫ બાળાઓ યાને કુમારીકાઓ ભોજપરાના ચોક પર ગરબે રમવા આવે છે. પાંચ થી દસ વર્ષ સુધીની જ બાળાઓ.
હરિભાઈ વિશે ટુંક પરિચય આપુ તો તેઓ હાલમાં નિવૃત જીઈબી અધિકારી છે. સ્વભાવે સાલસ, અને લાગણીશીલ વ્યક્તિ છે. આ નવરાત્રીનું તમામ આયોજન અને અન્ય પરચુરણ કાર્ય પોતાના ખંભે ઉપાડી લે છે. હાલ ૭૫ ની નજીક પહોચવા છતાં એક નવ યુવકની સ્ફુર્તિ જેવી સ્ફુર્તિ લઈ ને નોરતાનું કાર્ય કરતા જોયા છે.
શ્રીમાન હરિભાઈ, એક પણ વ્યક્તિ પાસે ફાળો લેવા નથી જતાં. શહેરના તમામ વર્ગના લોકો હરિભાઈ ને ફાળો લખાવવા સામે ચાલી ને આવે છે. અને લહાણીની તો જાણે અનેક વિધ વેરાયટી. જાણે એક નાનો પ્રોવીઝન શોપ . જેમાં દેશ-વિદેશની ટ્રોફીઝ અને કુકીઝ નો પણ ભંડાર જોઈ લ્યો.... અમુક લોકો ખાદ્ય વ્યંજન તો અમુક લોકો કટલેરી ક્રોકરી, સ્ટીલના પોટ્સ તો અમુક લોકો નગદ... સામે ચાલી આવે છે, આર્ટીકલ આપી નામ લખાવી ચાલ્યા જાય છે.
અગર, શ્રીમાન હરિભાઈ ગરબીના ચોકમાં હાજર ન હોય તો, દાતાઓ તેમની ઘરે જઈ પોતાનો ફાળો આપી આવે છે. અત્રે એક વાત ઉડી ને આંખે વળગે છે, ન તો આ એક પણ ફાળાની રસીદ મળે છે. ન તો એક પણ દાતા આ ચીજ-વસ્તુ કે રોકડની લહાણ કરવા આવે છે. એક નાનકડી ડાયરીમાં તમામ વિગત નોંધાય જાય છે, અંતિમ રાસના અંતે ભેટમાં આવેલ વસ્તુઓની સમાન ભાગે લહાણ કરવામાં આવે છે.
દરરોજ ની લહાણ દરરોજ. નો સ્ટોક. તેમજ નો ગરબીનું કોઈ ફંડ ... ટુંકમાં દર નોરતાએ રોજે રોજ ની રોજ લહાણ... નવ દિવસની લહાણનો સરવાળો, પાર્ટી પ્લોટમાં રમાતા આધુનિક ગરબામાં અપાતા પ્રાઈઝથી ક્યાંય વધુ થાય છે.
મિત્રો, હરિભાઈ જેવા ઉમદા વ્યક્તિ ને તમારા અને મારા વતી સો સો સલામ... આ વ્યક્તિ આજના અનેક યુવાનો માટે પ્રેરણા પણ છે અને પ્રેરક પણ.

Saturday, 5 September 2015

શિક્ષક દિવસ

દરેક શિક્ષક મહાન અને આદર્ણીય જ હોય છે,
પરંતુ જીવનમા આવેલા વિવિધ શિક્ષકોમા અમુક એવા હોય છે
જેને આપણે જીવન પર્યંત યાદ કરીએ છીએ
અને એમનામાથી પ્રેરણા લઈએ છીએ...
મારા પણ જીવનમા આવેલા શિક્ષકોને
મારા તરફથી શિક્ષક દિવસ નિમિત્તે પ્રણામ,

Friday, 4 September 2015

‘સૌરાષ્‍ટ્રનું પાણીપત' ભુચરમોરીનું મેદાન.

‘સૌરાષ્‍ટ્રનું પાણીપત' ભુચરમોરીનું મેદાન.
એવું યુદ્ધ જે જે ઈતિહાસમાં ગુજરાત ને ગૌરવ બક્ષે છે.
કાઠીયાવાડી ઇતિહાસને ગૌરવ આપતુ પૃષ્‍ઠ આલેખતા ભૂચરમોરી કાંડએ આજે પણ પ્રેરણાનાસ્ત્રોત સમાન છે.
`સંવત સોલ અડતાળીસે સાવણ માસ ઉદાર; જામ અજો સુરપુર ગયા વદ સાતમ બુધવાર. જેસો, ડોયો, નાગડો, મેરામણ દસ ભાણ; અજમલ ભેળા આવટે, પાંચે જોધ પ્રમાણ. આજમ કોકો મારિયા, સૂબા મન સાઈ; દળ કેતાં ગારદ કરે, રણ ઘણ રચાઈ.’
આજથી પાંચસો વર્ષ પહેલા જામનગર જીલ્લાનાં ધ્રોલથી વાયવ્‍ય ખૂણા તરફે ભૂચરમોરીનાં મેદાનમાં રાજધર્મ અને આશરાધર્મનાં પાલન માટે ક્ષત્રિય(જાડેજા) રાજવી હાલાજીનાં નેતૃત્‍વમાં દિલ્‍હીનાં બાદશાહ અકબરે મોકલેલા લશ્‍કર સામે અભૂતપૂર્વ લોહીયાળ સંગ્રામ ખેલાયો હતો અને જામનગરનાં કુંવર અજાજી અને હજારો નવ જુવાનીયા ક્ષત્રિય નરબંકાઓએ જીવ સટોસટની લડાઈ ખેલી પોતાના જીવનનું બલિદાન આપીને પણ આશરે આવેલા અમદાવાદનાં મુસ્‍લિમ મુઝફરશાહનું રક્ષણ કર્યુ હતું.
આ વીરગાથા પ્રમાણે વિક્રમ સંવત ૧૬૨૯માં દિલ્‍હીમાં રાજય કરતા બાદશાહ અકબરે ગુજરાતનાં છેલ્લા બાદશાહ મુઝફર શાહ ત્રીજાને હરાવી તેનું રાજય કબ્‍જે કર્યુ હતું અને અકબર મુઝફર શાહ લોખંડી જાતાને ભેદીને કેદમાંથી નાશી છૂટયો. અકબરે તેને પકડી પાડવા લાવલશ્‍કર તેની પાછળ દોડાવ્‍યા. સેંકડો સિપાહીઓ અને લશ્‍કરી હાર્કમાં તેને પકડવા મથ્‍યા પરંતુ મુઝફર શાહ બચતો ફરતો હતો અને અકબરની સેનાને થાપ આપતો હતો. આવડી મોટી ફોજ પાછળ પડી હતી. તેનાથી સંતાવું કે બચવું સહેલું ન હતું. આથી રઝળપાટ કરતા રહીને ગુજરાતનાં કેટલાય રાજાઓને શરણે ગયો પરંતુ દિલ્‍હીનાં બાદશાહ અકબરની ધાક અને હાકને કારણે બધાય રાજાઓ ડરી જઈને તેને આશરો આપવાની હિંમતે કરી નહીં. છેવટે મુઝફરશાહ જામનગરનાં રાજવી જામસતાજીનાં શરણે આવ્‍યા. શરણાગતનું રક્ષણ કરવું તે તો ક્ષત્રિયનો ધર્મ છે. તેમ સમજીને જામસતાજીએ તેને શરણે રાખી આશરો આપ્‍યો અને તેની સલામતીનો પાકો બંદોબસ્‍ત કર્યો. બરડાડુંગરમાં તેના રહેઠાણની વ્‍યવસ્‍થા કરી.
આ તરફ દિલ્‍હીનાં બાદશાહનાં સિપાહીઓ મુઝફર શાહની શોધખોળ ચાલુ જ રાખી હતી. અમદાવાદમાં અકબરનો સુબો મુરઝા અઝીઝને જાણ થઈ કે જામસતાજીએ મુઝફર શાહને આશરો આપ્‍યો છે. આથી તેણે તાબડતોબ લાવલશ્‍કર લઈ જામનગર આવવા નિકળ્‍યો તે દરમ્‍યાન તેણે જામનગરની જવી જામસતાજીને ફરમાન કર્યુ અને કહ્યું કે મુઝફર શાહને અમને સોંપી દયો. જામસતાજીએ વળતો ખૂમારીભર્યો જવાબ મોકલ્‍યો કે શરણાગતને કાઢી મૂકવો તે ક્ષત્રિયોનો ધર્મ નથી. આવો જવાબ સાંભળીને બાદશાહ અને તેના હાકેમો ક્રોધથી લાલચોળ થઈ ગયા અને જામનગર તરફ અકબરનાં સૈન્‍યે કૂચ આદરી જામનગરને ભાંગીને ભૂક્કો કરી નાખશું તેવો હુંકાર તેણે કર્યો.
એક તબક્કે તો જામસતાજીનાં સૈન્‍યે દિલ્‍હીની સેનાના એક દળને રસ્‍તા વચ્‍ચે આંતરીને તેમના પર હલ્લો કરી તેને મારી હરાવ્‍યા. જામસતાજીના લશ્‍કરે દુશ્‍મન દળને મળતો ખાવા-પીવાનો પુરવઠો અને શષાોના પૂરવઠો ન મળે તેવી વ્‍યૂહરચના અપનાવી. આથી અકબરની સેનામાં નાસભાગ મચી ગઈ અને ભંગાણ પડયું. વળી તે વખતે વરસાદી માહોલ વચ્‍ચે રણસંગ્રામમાં ચારેકોર ગારાકીચડ અને પાણી ભરાતા અકબરનાં સૈન્‍યની કારી ફાવી નહીં. આથી દિલ્‍હી બેઠેલા બાદશાહ અકબરે દિલ્‍હીથી જામનગર તરફ મોટુ લાવલશ્‍કર રવાના કર્યુ. દિલ્‍હીનો સુબો ધ્રોલ સરહદે મોટા લાવલશ્‍કર સાથે પહોંચ્‍યો. બરાબર તે સમયે જામનગરનાં રાજા જામ શ્રી સતાજી પણ પોતાના બહાદુર લશ્‍કર સાથે ત્‍યાં પહોંચી ગયા અને અકબર બાદશાહનાં સૈન્‍યની કૂચને ત્‍યાં જ રોકી પાડી.
અકબર સામે જામનગરનાં રાજવીએ બાથ ભીડી હતી. તેથી જામનગર રાજયની મદદે જૂનાગઢનાં નવાબ દોલતખાન અને કુંડલાના કાઠી ખુમાણ પણ પોતાના સૈન્‍ય સાથે આવી પહોંચી યુદ્ધમાં જોડાઈ ગયા હતા.
ધ્રોલ પાસે ભુમરખોરીનાં મેદાનમાં અકબરની સેનાએ છૂટાછવાયા હુમલા કરતા અને જામનગર તરફ કૂચ કરવાની કોશિશ કરી પણ જામનગરની ફોજે તેના દરેક હુમલાનો જડબાતોડ જવાબ આપી જીત મેળવી અને બાદશાહી સૈન્‍યે પીછેહઠ કરવી પડી હતી.
આ પ્રમાણે આ યુદ્ધમાં બે-ત્રણ માસ વીતી ગયા. બાદશાહી સુબો એક તબક્કે કંટાળી ગયો છેવટે તેણે સમાધાન માટે જામસતાજીને મંત્રણાનો સંદેશો પાઠવ્‍યો.
મંત્રણાની ખબર સાંભળી જામનગરની ફોજ સાથે યુદ્ધમાં જોતરાયેલા જૂનાગઢનાં નવાબ દોલતખાન અને કુંડલાનાં કાઠી ખુમાણ વિચારમાં પડયા કે આ રીતે તો લડાઈમાં જામનગરનો વિજય વાવટો ફરકરશે અને આપણા રાજયોની સત્તા નહી રહે. આમ વિચારી આ બંને રાજાઓએ દિલ્‍હીની સેના સાથે ભળી જવાનો ત્રાગડો રચ્‍યો. દુશ્‍મન દેશ સાથે ભળી ગયા તેની ગંધ પણ જામસતાજીને ન આવી. આ તરફ દિલ્‍હીનાં સુબા કોકા કે જે દિલ્‍હી પાછો ફરી રહ્યો હતો. તેણે જામસતાજીને મંત્રણા ફોક ગણીને ફરીને યુદ્ધનો સંદેશો પાઠવ્‍યો. જામસતાજી યુદ્ધ માટે તૈયાર જ હતા. યુદ્ધના મેદાનમાં લશ્‍કરો ભીડાયા. ભયંકર યુદ્ધ થયું. બાદશાહની સેનન ટપોટપ કપાવા માંડી અને તેના સૈન્‍યમાં નાશભાગ મચી ગઈ. ક્ષત્રિય સેના સાથે જોડાયેલા અનેક નરબંકાઓએ બાદશાહની સેનાને ધૂળચાટતી કરી દીધી. અપ્રિતમ શૌર્યની જામનગરનાં રણબંકાઓની યુદ્ધનાં મેદાનમાં હાક અને ધાક પ્રસરી ગઈ. બરાબર આ તબક્કે જૂનાગઢનો દોલતખાન અને કુંડલાનાં કાઠી ખુમાણ બાદ શાહની સેના સાથે ભળી ગયા. ફરીને બાદશાહી ફોજ અને જામનગરની ફોજ વચ્‍ચે સામસામે યુદ્ધ જામ્‍યું. સતત ત્રણ પ્રહાર આ યુદ્ધ ચાલ્‍યું હોવાનું ઈતિહાસમાં લખાયું છે. જામનગરનાં જેશાવજીરે જામનગરની વ્‍હારે આવેલા દોલતખાન અને કાઠી ખુમાણ ખુટલ નીકળયા અને દુશ્‍મનો સાથે ભળી ગયા હોવાનું જામસતાજીને જણાવી આમ છતા આ યુદ્ધ જીતી લેવાનો ટંકાર કર્યો અને જામસતાજીને જામનગર પહોંચી જઈને રાજતખ્‍તનું રક્ષણ કરવા કહ્યું. તેમની વાતને અનુસરીને જામસતાજી જામનગર પાછા ફર્યા. રણમેદાનમાં જેશા વજીર વગેરેએ બાદશાહી સેના સામે સંગ્રામ ચાલુ રાખ્‍યો.
આ સમયે જામનગરનાં પાટવી કુંવર અજાજીના લગ્ન હતા. તેથી તેઓ જામનગરમાં હતાં. તેને ભીષણ યુદ્ધની ખબર મળતા જ જાનમાં આવેલા ૫૦૦ જાનૈયા અને અન્‍ય લોકોને લઈને લગ્નનાં માંડવેથી જ રણસંગ્રામ ભૂચરમોરી ભણી ઘસી ગયા.
યુદ્ધના મોરચે બાદશાહી લશ્‍કરની જમણી બાજુએ હાકેમો સૈયદ કાસીમ, નવરંગ ખાન, ગુજર ખાન, તથા ડાબી બાજુએ વિખ્‍યાત સરદાર મોહમદ હતો. તેની સામે બાદશાહનાં અમીરો, જમીનદારો હતા અને નવાબ હુમાયુનો પુત્ર મીરઝાએ મધ્‍ય ભાગે મરહમનું આધિપત્‍ય હતું. તેની આગળ મીરઝા અનવર અને નવાબ હતો. જયારે જામસતાજીના સૈન્‍યની આગળના ભાગે જશા વજીર અને કુંવર અજાજી હતા. જમણી તરફ કુંવર જશાજી તથા મહેરામણ જીંડુ ગરાણી જયારે ડાબી તરફ નાગડો વજીર, ડાહ્યો લોકડ, ભાણજી દલ વગેરે યોદ્ધાઓ હતા. નવાબ અન્‍વરે તથા ગુજરખાને કુંવર અજાજી તથા જેશાવજીર અને અતિત બાવાની જમાત પર હુમલો કર્યો. અતિત બાવાની જમાત (સંઘ) દ્વારકાની યાત્રાએ જતી હતી. જે યાત્રાને પડતી મૂકીને યુદ્ધમાં જામના લશ્‍કર સાથે જોડાઈ ગયા અને દુશ્‍મનોમાં હાક બોલાવી દીધી. દિલ્‍હીનાં લશ્‍કરમાં એક લાખ સૈનિકો હતા. તે સામીબાજુ જામસતાજીનું સૈન્‍ય પ્રમાણમાં ઓછું (નાનું) હતું. પરંતુ ક્ષત્રિયોનું શોૈર્ય અપ્રિતમ હતું. કુંવરશ્રી અજાજીએ દુશ્‍મનનાં સુબા પર ખુંખાર હુમલો કર્યો. હાથી પર સવાર સુબા ઉપર એ રીતે હુમલો કર્યો કે પોતે જે ઘોડા પર સવાર હતા. તેને હાથીના દંતશળ નજીક ઠેરવીને કુંવર અજાજી ઘોડા પરથી હાથીનાં દંતશળ પર પગ મુકી સુબા પર બચ્‍છીનો પાણીદાર ઘા માર્યો પરંતુ સુબાએ ઘા ચૂકાવ્‍યો. જેથી બચ્‍છી હાથીની પીઠનો ભાગ વિંધીને જમીનમાં ખૂપી ગઈ.
તેવામાં પાછળથી એક મોગલ સિપાહીનાં તલવારના સખ્‍ત વારથી કુંવર અજાજી શહીદ થયા. આથી ક્રોધે ભરાયેલા જામસતાજીનાં શૂરવીર સૈનિકોએ આગબબુલા થઈ મોગલ સેનાની કાપાકાપી કરી ઝનૂન સાથે તેઓ પર તૂટી પડયા અને ક્ષત્રિય નરબંકાઓએ હજારો દુશ્‍મનોની જોતજોતામાં કતલ કરી નાખી. શત્રુસેનામાં નાસભાગ અને હાહાકાર થઈ ગયો. જો કે પછી જામસતાજીની સેના સાથે રહેલા દોલતખાનની સેના અને કાઠી ખુમાણની સેના દુશ્‍મનો સાથે ભળી જતા જામનગરની સેના લડાઈમાં હારવા માંડી. ભૂચરમોરીના આ યુદ્ધમાં જશો વજીર, મહેરામણજી ડુંગરાણી, ભાપ જીદલ, ડાહ્યો લાડક, નાગ વજીર, તોગાજી સોઢા વગેરે વિરપુરૂષો શહીદ થયા. દુશ્‍મનોના શાહી લશ્‍કરમાં માત્ર મુખ્‍ય સુબો અજીજ કોકા જીવતો રહ્યો. જામસતાજીના કુમારશ્રી જશોજી અને થોડાઘણા સૈનિકો બચ્‍યા. જામસતાજીનાં લશ્‍કરને હરાવી દિલ્‍હીની સેના જામનગર તરફ કૂચ કરવા માંડી. કુમારશ્રી અજાજી લડાઈમાં શહીદ થયા છે. તે જાણીને રાણીને સત ચઢયું અને પોતે રથ લઈ રણક્ષેત્ર (ભૂચર મોરી) આવ્‍યા મોગલ સેનાએ તેને આતર્યો પરંતુ ધ્રોલનાં ઠાકોર સાહેબે સમજૂતી કરતા રાણીનો રથ જવા દેવાયો. રાણી રણસંગ્રામમાં પહોંચીને ત્‍યાં જ શહીદ થયા. જેના માટે આ તુમુલ યુદ્ધ ખેલાયુ તેવો મુઝફર શાહને જામસતાજીએ પછીથી તેને સલામત સ્‍થળ ઓખાવદર બાજુ રવાના કર્યો.
ભૂચરમોરીના આ મેદાનમાં વિક્રમ સંવત ૧૬૪૮ માં હાલારી શ્રાવણ વદ સાતમના રોજ આ લડાઈ થઈ હતી અને જામનગરનાં નરવંકાઓએ ક્ષત્રિય ધર્મ માટે શહીદી વહોરી હતી. જેથી જામનગરમાં આશરે અઢીસો વર્ષ સુધી લોકો સાતમનો તહેવાર ઉજવતા ન હતા. હજારો શહીદો જયાં પોતાના જીવ દીધા અને લડાઈમાં લોહીની જાણે નદીઓ વહી હોય તેમ ભૂચરકોરીની ધરતી આજે પણ લાલ અને રતાશ પડતી લાગે છે. ભૂચરમોરીની ધાર એક માઈલ લાંબી છે. આજે ત્‍યાં જામશ્રી અજાજીની દેરી છે અને ક્ષત્રિય નરબંકાઓના (શહીદોના) પાળીયા છે. પાળીયાની દક્ષિણ બાજુ અજાજીના રાણીશ્રી સતી થાય તેની પંજાવાળી ખાંભી છે. એક સમયે આ પાળીયાઓનો જીણોદ્ધાર જામશ્રી વિભા જામે કરાવ્‍યો હતો. તેનું કાવ્‍ય અહીં શીલાલેખમાં છે, જે દેહીમાં અજાજી ઘોડી ラકૂદાવી દુશ્‍મનનાં સુબાને (બચ્‍છી) ભાલો મારે છે. તેનું ચિત્ર પણ છે. અહીં જમીન પર (નીચે) આઠ પાળીયાઓ છે. જાપશ્રી અજાજીની દેરી દક્ષિણ તરફ છે. અહીં કુલ ૩૨ ખાંભીઓ છે. અહીં ક્ષત્રિય રાજવંશ તરફથી અને આજે પણ ક્ષત્રિય સંસ્‍થાઓ દ્વારા આ શહીદોને સિંદૂર ચઢાવાય છે. ભૂચરમોરીના યુદ્ધને કારણે હાલારના લોકો સાતમનો તહેવાર ઉજવતા ન હતા. પરંતુ જામશ્રી રણમલજીને ત્‍યાં પાટવીકુંવર બાપુભા સાહેબનો જન્‍મ શ્રાવણ વદ સાતમના રોજ થતા ત્‍યારથી તહેવારની ઉજવણી થવા લાગી અને ભૂચરમોરીનો મેળો પણ ભરાવા લાગ્‍યો. લાખો લોકો અહીં વેરપુરૂષોનાં દર્શન કરે છે.
માતૃભૂમિની રક્ષા અને શરણાગતના જતન માટે શૂરવીરતાભર્યા શહાદતનો કિસ્‍સો એટલે ભૂચરમોરીનું મહાન યુદ્ધ. શરણે આવેલા શરણાર્થીના રક્ષણના ધર્મપાલન માટેની પાટવી કુંવર જામ અજાજી, મહાન શૂરવીર નાગજી વજીર, ડાહ્યા વજીર, સદીના મહાન શૂરવીર હાલા મહેરામણજી (ભદ્રેશ્વર), કુશળ વ્‍યુહબાજ ભાણજી દલ, દૂરંદેશી યોદ્ધા જેશો વજીર, હજારો રાજપૂતો, સૈનિકો તેમજ મકન ભારતીની આગેવાની હેઠળના ૧૨૫ નાગાબાવાઓની શહાદત વિસરાય તેમ નથી. ભૂચરમોરીનું યુધ્‍ધ એ શરણે આવેલા વિધર્મી મુસલમાનના રક્ષણ માટે અપાયેલા બલિદાનોની ઐતિહાસિક ઘટના છે. ક્ષત્રિયોના શરણાગત ધર્મના પાલન માટે ખેલાયેલ યુદ્ધમાં કોમી એકતાનું અજોડ ઉદાહરણ જોવા મળે છે. આવા ઐતિહાસિક બલિદાનોની સાચી જાણકારી આપણને અને આપણી પેઢી માટે પ્રેરણારૂપ બની રહેશે.
આ યુદ્ધમાં ભદ્રેશ્વરના સદીના મહાન શૂરવીર હાલા મહેરામણજી (હાલાજી) પોતાના પુત્ર-પોત્ર અને પ્રપૌત્ર સહીત ૧૪ પોતાના પરિવારના સભ્યો સાથે મોગલો સામે લડતા લડતા શૌર્યને પામ્યા હતા.ગર્વ છે.

Tuesday, 25 August 2015

Shri Virachand Gandhi

Today 151st Birth Anniversary of Shri Virachand Gandhi (25 August 1864 – 7 August 1901) ..
Officially 1st Gujarati to visit USA..
[1] He was a
Jain scholar who represented Jainism at the first World Parliament of Religions in 1893.
[2] A barrister by profession, he worked to defend the rights of Jains, and wrote and lectured extensively on Jainism, other religions, and philosophy.
[3] He delivered about 535 speeches on Jainism, other religions and social and cultural lives in India, all of which received wide publication. He was invited two more times, first in 1897, and then in 1899 to the West.
.. Jay Bharat ..
..Jay Jay Garavi Gujarat..
.. Jay Jinendra ..

Thursday, 20 August 2015

હેપ્પી બથૅડે ચંદ્રકાંત બક્ષી

હેપ્પી બથૅડે ટુ બક્ષીબાબુ....
ચંદ્રકાંત બક્ષી એટલે એવું નામ કે તરુણવયે અમે
એનાં જેવું બનવાનું સપનું જોયું તેમજ યુવાનીમાં
એનાં જેવું લખવાની કોશિષ કરી.
એક ઉંમર  કૈ બક્ષીએ મગજનો સંપૂણૅ કબજો
લઇ લીધો હતો. જીવન જીવવું તો બક્ષી જેવું.
'બક્ષીનામાં' અમારાં માટે ગીતા હતી ને
કૃષ્ણરુપે હતાં ખુદ બક્ષી. જો કે બહારની
દુનિયામાં અમારો પ્રવેશ થાય એ પહેલાં જ
બક્ષી તો ફાની જગતને અલવિદાં કહીંને
સ્વગૅપ્રવેશ કરી ચૂકયાં હતાં. એ એક અફસોસ
કાયમ રહ્યો છે.
કદાચ એટલે જ શિશિર રામાવત લિખિત અને
પ્રતીક ગાંધી નિમિૅત મોનોલોગ ત્રણ ત્રણ
વખત માણ્યાં પછી પણ તૃપ્તિ નથી.(આણંદમાં
તો આ નાટકનું આયોજન પણ  મિત્રોએ કયુૅ
હતું.)
 લગભગ તેર વરસની ઉંમરે 'પેરેલિસિસ' વાંચેલી ત્યારે હરામ બરાબર જો કંઈ પણ સમજાયું હોય તો. એ પછી તો બમણાં જોરથી વાંચતાં ગયાં. એ પાત્રો અમારાં આંતરમનનો એક ભાગ બની ગયાં હતાં.
ટુંકમાં ભલે લેખક નાં બની શકીએ, પણ બક્ષીનાં
વાચક હોવું, એ પણ ઝનુની વાચક હોવું, કંઇ જેવું
તેવું ગૌરવ છે!

Friday, 14 August 2015

શહીદી ભુમિ ભારત...!!



એક સમય હતો, જયારે ભારત માટે કહેવાતું કે તેના દરેક વૃક્ષની ડાળ પર સોનાના પંખી/પક્ષીઓ બેઠાં રહેતા હતાં.
પણ આજ 15મી ઓગસ્ટ, વાત બે ક્રાંતિવીરોની કરવી છે.
* ચંદ્રશેખર...
15
વર્ષના ચંદ્રશેખરને જયારે કોર્ટમાં હાજર કરવામાં આવ્યાં (સવિનય કાનુનભંગ ટાણે) ત્યારે અંગ્રેજ જજે સૌ-પ્રથમ નામ પૂછયું, સહેજ પણ ડર્યા વગર ચંદ્રશેખર બોલ્યા.."" આઝાદ ! ""
ત્યારબાદ જજે પીતાનું નામ પૂછયું, ત્યારે શેખરે જવાબ આપ્યો કે "" સ્વતંત્ર !"" (વાહ ચંદ્રશેખર વાહ !!! મિત્રો આવા હતા ચંદ્રશેખર સાહેબ...)
* શહીદ ભગતસિંહ
જેમનું નામ મુખ પર લેતાં જુસ્સો આવી જાય, ને આપણી અંદર એક અલગ પ્રકારનું જનુન આવી જાય.
ભગતસિંહ માટે અમારા સોરઠના એક કવિ લખે છે કે,
"
....પાઘ પંજાબી, પાઘડી વાળા, ને ' પા-ઘડી ' જીવ્યા..!."
ભગતસિંહ માત્ર ૨૪-૨૫ વર્ષની ઉંમરે ફાંસીના માચડે ચડી શહીદ થઈ ગયા હતાં...
ધન્ય છે ભારત દેશના આવા સપૂતોને અને તેમની જનેતાઓને જે આવા વીરોને જન્મ આપે છે...! રંગ છે
જય હિંદ...! જય ભારત...! વંદે માતરમ્..!