ચંદ્રકાંત બક્ષીએ એક વાર એ મતલબનું લખ્યું હતું કે, ગુજરાતમાં દર થોડા સમયે
છોટે સરદાર, મોટે સરદાર, ખોટે સરદાર, લોટે સરદાર કે તળિયા વગરના લોટે
સરદારો ભાદરવાના ભીંડાની જેમ ફૂટી કે ફાટી નીકળે છે. પણ ગુજરાત અને ભારતના
ઈતિહાસમાં સરદાર શબ્દનો એક જ અર્થ થાય છે, લોખંડીપુરૂષ વલ્લભભાઈ પટેલ.
પાટીદાર આંદોલનમાં વારંવાર ઉછળતો 'જય સરદાર-પાટીદાર'નો નારો જરા ખટકે છે.
જય સરદાર સુધી ઠીક છે પણ એના પછી તરત જ આવી જતો પાટીદાર શબ્દ સરદારનું કદ
ઘટાડે છે. સરદાર કંઈ માત્ર પાટીદારોના નેતા નહોતા કે 'જય સરદાર-પાટીદાર'ના
નારા લાગે. આવું કરીને તો કેટલાક પાટીદાર નેતાઓ એક વિશ્વસ્તરીય નેતાની છબી
એક જ્ઞાતીના નેતા જેવી ચિતરી રહ્યાં છે.
No comments:
Post a Comment