Friday, 20 March 2015

લૂપત થતી ચકલીઓને બચાવા આજે વિશ્વ ચકલી દિવસે પક્ષી પ્રેમી ઓની કવાયત.
નાનપણ માં પાઠ્યપુસ્તક માં “ચ “ ચકલી નો “ચ” અને ચકલી લાવી ચોખા નો દાણો અને ચકો લાવ્યો મગ નો દાણો વાર્તા થી બાળપણ થીજ ચકલી આપણી સાથે વણાય ગઇ છે, સમયાંતરે કોઈ ને કોઈ કારણોસર આ પ્રજાતિ લુપ્ત થતી ગઈ અને આજે એ પરિસ્થિતી આવી ને ઊભી છે કે ૨૦ માર્ચ ને વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવી આ લુપ્ત થતી જાતિ ને બચાવા ના પ્રયતન કરવા પડે છે....!!!
નળીયાવાડા મકાનો જેમાં ચકલી ઑ માળા કરતી હતી તે ..., જુનવાણી ઘરો જેની બખોલ મા સિકારી પક્ષી થી ચકલીઓ રક્ષણ મેડ્વતી હતી તે અને ઘર ના ફડિયાં મા મુકેલ એઠવાડ જેમાં થી ભાત નો ખોરાક ચકલીઓ મેડ્વતી હતી આ બધુજ આજ ના ફ્લેટ કલ્ચર મા નાબૂદ થયું અને ચકલી ઓનું રહઠાણ અને ખોરાક છીનવાયા તેમજ એક સર્વે મુજબ મોબાઈલ ટાવર ના રેડિયસ્ન પણ ચકલી ઑ ની ઓછી થતી સંખ્યા મા કારણભૂત બન્યા છે.

No comments:

Post a Comment