ફિલ્મનું નામ | ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી |
રેટિંગ | 3 |
સ્ટાર કાસ્ટ | સુશાંત સિંહ રાજપૂત, સ્વસ્તિકા મુખર્જી, આનંદ તિવારી |
ડિરેક્ટર | દિબાકર બેનર્જી |
નિર્માતા | આદિત્ય ચોપરા, દિબાકર બેનર્જી |
પ્રકાર | ક્રાઈમ થ્રિલર |
સાહિત્ય અને કલારસિકોની ભૂમિ એટલે બંગાળ અને બંગાળીઓનો
સસ્પેન્સ-થ્રીલર માટેનો પ્રેમ, પ્રશંસનીય છે. કેટલાંક સમય પહેલાં વિદ્યા
બાલનનું મસ્ત કડક સસ્પેન્સ મુવી 'કહાની'. અને હિટ પણ! અને હવે ભારતની
આઝાદી પહેલાની કોલકાતાની પૃષ્ઠભૂમિ પરની વાર્તા પર ફિલ્માવેલું આવે છે
ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી.
પ્રોસિસસિંગ એક્ટર સુશાંત સિંહ રાજપૂત, ‘ગો ગોઆ ગોન’ વાળો આનંદ તિવારી અને સ્વસ્તિકા મુખર્જી. અને ક્રિએટીવ પર્સન તરીકે જેની છાપ છે એવા ડિરેક્ટર દિબાકાર બેનર્જી. આદિત્ય ચોપરા પ્રોડ્યુસ કરે છે અને એક કરતા વધુ આટીસ્ટસે મ્યૂઝીક આપ્યું છે. પણ મહત્વની વાત છે આ મુવીની વાર્તા. શારાદીંદુ બંદોપાધ્યાયની ડિટેક્ટિવ બ્યોમકેશને લઇને ૧૯૩૨માં પહેલી વખત વાર્તા છપાઈ હતી. પછી એની બે નોવેલ્સ આવી. એક સત્યાન્વેશી અને બીજી પોથાર કાંતા. બંને બંગાળી પુસ્તકો અને એણે ધૂમ મચાવેલી. આ બંને વાર્તાઓનો આધાર લઇને આ મૂવી બનાવવામાં આવી છે.
મૂવી કેવું છે?
બ્યોકેશ બક્ષીની સીરીયલ પણ દૂરદર્શનમાં આવતી. જેમણે આ વાર્તાઓ વાંચી હશે એમને ખ્યાલ હશે કે બ્યોમકેશ બક્ષીને પોતાને ડિટેક્ટિવ કહેવડાવવું ગમતું નહીં. એ પોતાને ‘સત્યાન્વેશી’ કહેતા. ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’ એ બંદોપાધ્યાયજીની વાર્તાનું બેઠું ફિલ્માંકન નથી અને આ ફિલ્મ દેશી શેરલોક હોમ્સ તો નથી જ. એક નવું જ રિક્રિએશન થયું છે, આ ફિલ્મમાંય. ૧૯૪૨-૪૩ નો એ દોર. બીજું વિશ્વયુદ્ધ એની પરાકાષ્ઠાએ હતું અને જાપાન ગમે તે સમયે કોલકાતા પર હુમલો કરે એમ હતું. યુદ્ધની ચેતવણી રૂપે વાગતી મોટી સાયરન તે સમયના કોલકાતાવાસીઓને કોઠે પડી ગઈ હતી. આખું શહેર મિડલ ક્લાસ કે ગરીબ હતું અને એ સિવાયનાં કોલકાતા એક-એક ફ્રેમમાં હૂબહુ ઝીલાયું છે. સેટ ડીઝાઈનર, પ્રોડક્શન મેનેજરની મહેનત દાદ માંગી લે એવી છે. મૂવી ધીમી છે, સ્લોલી સ્લોલી આગળ વધે છે અને એ ધીમી ગતિમાં જ આઝાદી પહેલાના કોલકાતાની ફ્લેવર સરસ ઘૂંટાતી જાય છે.
ડાયરેક્શન આર્ટ ફિલ્મના લેવલનું છે. એકાદ સોલિડ સ્ક્રિનપ્લે અને ક્રિએટિવ ડાયરેક્શન સંયોજાય એટલે ફિલ્મની એક પણ ફ્રેમ પરથી આંખ ઉઠાવવાનું મન ના થાય. એક સીનમાં, સુશાંત સિંહ ટ્રામમાં બેઠો છે અને એ ટ્રામની બારીમાંથી એ સમયનાં કોલકાતા દેખાડવામાં આવે છે. બંગાળીઓની બોડી લેન્ગવેજ, એ લોકોની રીતભાત, રહેણીકરણી, બેંગોલી એમ્બીયન્સ, કપડાં, વિન્ટેજ ગાડીઓ, કોલકાતામાં વસતા અમુક જાપાનીઓ, ગંગા નદી, અંગ્રેજો વગેરે પરફેક્ટ રીતે ફિલ્મમાંવવામાં આવ્યું છે અને આ બધા માટે સૌથી વધુ અભિનંદન આપવા ઘટે આ મૂવીના સિનેમેટોગ્રાફરને. બ્રિલિયન્ટ શોટ્સ. શું એન્ગલ લીધા છે, એમણે કે આર્ટ મૂવીનામેકર્સે આ ફિલ્મ પાસેથી શીખવું રહ્યું. સુપર્બ કેમેરાવર્ક. લાઈટિંગ પણ પરફર્કેટ છે. મ્યૂઝીકનો ઉપયોગ જરૂર પૂરતો જ થયો છે. આઝાદી પહેલાંનો બેકડ્રોપ અને એ માહોલ બહુ જ સુંદર રીતે ઝીલાયો છે.
No comments:
Post a Comment