Wednesday, 24 June 2015

વિદ્યાદાન

એવું કહેવાય છે કે દુનિયાને બદલવી હોય તો વ્યક્તિમાં Investment કરો નહિ કે વસ્તુમાં તો જ સમાજનું બૌદ્ધિક અને નૈતિક સ્તર ઊંચું આવશે અને આ કરવાનો માત્ર એક જ ઉપાય છે "શિક્ષણ"
એટલે જ કહેવાયું છે કે શિક્ષણએ આપણી ત્રીજી આંખ છે.
મિત્રો ! ઍકવીસમી સદીમાં સાક્ષરતા ઍ જીવનનો અનિવાર્ય ભાગ છે. ત્યારે આજે મારે તમને આપણા અમદાવાદના એવા યુવાનો વિષે વાત કરવી છે કે તેમનું કાર્ય અને પ્રવૃત્તિ જોઇને તમારું દિલ ખુશ અને દિમાગ વિચારતું થઇ જશે !
એ પ્રવૃત્તિનું નામ છે, "વિદ્યાદાન"
શું છે વિદ્યાદાન ?
============
વિદ્યાદાન ઍટલે કોઈ ફળની આશા રાખ્યા વગર કરાતું વિદ્યાનું દાન.
શું કરે છે તેઓ :
===========
આવા જ એક ઉમદા વિચાર સાથે એક ગ્રૂપ છેલ્લા ૧.૫ વર્ષથી વાસણા વિસ્તારના ૩૦૦-૩૫૦ જેટલા જરૂરિયાતમંદ તથા આર્થીક રીતે સદ્ધર ના તેવા બાળકો ને મફતમાં શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય કરે છે. તદુપરાંત આ ગ્રુપ ભણવામાં હોશિયાર તથા તેજસ્વી બાળકો ને ભણવા માટે દત્તક લે છે અને તેમને સારું તથા ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે નામાંકિત શાળાઓ તથા પ્રખ્યાત ખાનગી કલાસીસ માં ભણવા માટેની ગોઠવણ પણ કરી આપે છે.
તેમની ખાસિયત :
============
આ ગ્રુપ ની ખાસિયત એ છે કે ૫૦ જેટલા યુવાન/યુવતીઓ તેમના ઉચ્ચ ભણતર ની સાથે સાથે આ ગ્રુપ માં કાર્યરત છે અને પોતાની જવાબદારી ખુબ સુંદર રીતે નિભાવે છે અને જરૂરિયાતમંદ બાળકોને પુરતી મદદ અને રાહ મળતી રહે તે માટે કટ્ટીબદ્ધ છે. હાલમાં આ ગ્રુપ પ્રવીણનગર અને શ્રી ઓમ નગર એમ બે અલગ અલગ વિસ્તાર માં પોતાનું કાર્ય ખુબ સુંદર રીતે નિભાવી રહ્યા છે.
શું તમે તેમને મદદ નહિ પણ સહકાર અને સહયોગ આપી શકો ?
==========================================
આ સંસ્થા જરૂરિયાતમંદ બાળકો ના વધુ અભ્યાસ માટે લોકો પાસેથી દાન સ્વીકારે છે.આ સંસ્થા માં જોડવા માટે નીચેના લખાણ એ સંપર્ક સાધી શકો છો.
www.vidhyadaan.org
www.facebook.com/vidhyadaan

2 comments: