Saturday 31 October 2015

લોખંડીપુરૂષ વલ્લભભાઈ પટેલ

ચંદ્રકાંત બક્ષીએ એક વાર એ મતલબનું લખ્યું હતું કે, ગુજરાતમાં દર થોડા સમયે છોટે સરદાર, મોટે સરદાર, ખોટે સરદાર, લોટે સરદાર કે તળિયા વગરના લોટે સરદારો ભાદરવાના ભીંડાની જેમ ફૂટી કે ફાટી નીકળે છે. પણ ગુજરાત અને ભારતના ઈતિહાસમાં સરદાર શબ્દનો એક જ અર્થ થાય છે, લોખંડીપુરૂષ વલ્લભભાઈ પટેલ. પાટીદાર આંદોલનમાં વારંવાર ઉછળતો 'જય સરદાર-પાટીદાર'નો નારો જરા ખટકે છે. જય સરદાર સુધી ઠીક છે પણ એના પછી તરત જ આવી જતો પાટીદાર શબ્દ સરદારનું કદ ઘટાડે છે. સરદાર કંઈ માત્ર પાટીદારોના નેતા નહોતા કે 'જય સરદાર-પાટીદાર'ના નારા લાગે. આવું કરીને તો કેટલાક પાટીદાર નેતાઓ એક વિશ્વસ્તરીય નેતાની છબી એક જ્ઞાતીના નેતા જેવી ચિતરી રહ્યાં છે.

Friday 23 October 2015

એક વ્યક્તિ વિશેષ કથા

ગુજરાતનું ગૌરવ વંતું શહેર ગોંડલના ભોજપરા રહેણાંક વિસ્તારમાં છેલ્લા ૬૦ વર્ષથી ગરબી કરાવતા શ્રીમાન હરિભાઈ પાંભર એક કથા સમાન છે. કારણ તેઓ શ્રી એ આ ગરબી તેની પંદર વર્ષ જેવી કિશોર વય થી શરુ કરી છે. વન મેન આર્મી જેવુ તેમનું કાર્ય છે.
દર નવરાત્રી એ ૬૦ થી ૬૫ બાળાઓ યાને કુમારીકાઓ ભોજપરાના ચોક પર ગરબે રમવા આવે છે. પાંચ થી દસ વર્ષ સુધીની જ બાળાઓ.
હરિભાઈ વિશે ટુંક પરિચય આપુ તો તેઓ હાલમાં નિવૃત જીઈબી અધિકારી છે. સ્વભાવે સાલસ, અને લાગણીશીલ વ્યક્તિ છે. આ નવરાત્રીનું તમામ આયોજન અને અન્ય પરચુરણ કાર્ય પોતાના ખંભે ઉપાડી લે છે. હાલ ૭૫ ની નજીક પહોચવા છતાં એક નવ યુવકની સ્ફુર્તિ જેવી સ્ફુર્તિ લઈ ને નોરતાનું કાર્ય કરતા જોયા છે.
શ્રીમાન હરિભાઈ, એક પણ વ્યક્તિ પાસે ફાળો લેવા નથી જતાં. શહેરના તમામ વર્ગના લોકો હરિભાઈ ને ફાળો લખાવવા સામે ચાલી ને આવે છે. અને લહાણીની તો જાણે અનેક વિધ વેરાયટી. જાણે એક નાનો પ્રોવીઝન શોપ . જેમાં દેશ-વિદેશની ટ્રોફીઝ અને કુકીઝ નો પણ ભંડાર જોઈ લ્યો.... અમુક લોકો ખાદ્ય વ્યંજન તો અમુક લોકો કટલેરી ક્રોકરી, સ્ટીલના પોટ્સ તો અમુક લોકો નગદ... સામે ચાલી આવે છે, આર્ટીકલ આપી નામ લખાવી ચાલ્યા જાય છે.
અગર, શ્રીમાન હરિભાઈ ગરબીના ચોકમાં હાજર ન હોય તો, દાતાઓ તેમની ઘરે જઈ પોતાનો ફાળો આપી આવે છે. અત્રે એક વાત ઉડી ને આંખે વળગે છે, ન તો આ એક પણ ફાળાની રસીદ મળે છે. ન તો એક પણ દાતા આ ચીજ-વસ્તુ કે રોકડની લહાણ કરવા આવે છે. એક નાનકડી ડાયરીમાં તમામ વિગત નોંધાય જાય છે, અંતિમ રાસના અંતે ભેટમાં આવેલ વસ્તુઓની સમાન ભાગે લહાણ કરવામાં આવે છે.
દરરોજ ની લહાણ દરરોજ. નો સ્ટોક. તેમજ નો ગરબીનું કોઈ ફંડ ... ટુંકમાં દર નોરતાએ રોજે રોજ ની રોજ લહાણ... નવ દિવસની લહાણનો સરવાળો, પાર્ટી પ્લોટમાં રમાતા આધુનિક ગરબામાં અપાતા પ્રાઈઝથી ક્યાંય વધુ થાય છે.
મિત્રો, હરિભાઈ જેવા ઉમદા વ્યક્તિ ને તમારા અને મારા વતી સો સો સલામ... આ વ્યક્તિ આજના અનેક યુવાનો માટે પ્રેરણા પણ છે અને પ્રેરક પણ.