Thursday 30 April 2015

ગુજરાત સ્થાપના દિવસ

ગુજરાત સ્થાપના દિવસ....હર ગુજરાતીઓ ને સન્માન અને ગર્વ કરવાનો દિવસ

સ્થાપના દિવસ થી માંડી ને આજ ના દિવસ સુધી ગુજરાતીઓ એ દેશ અને વિદેશ માં જે પ્રગતિ ની હરણફાળ ભરી છે એને એક સલામ...

ભારત તો શું પર દુનિયા ની અર્થ વ્યવસ્થા ઉપર રાજ કરનારા આજે ગુજરાત ભણી ચાલ્યા છે......
શું કામ ? એક તો વફાદારી, કામ પ્રત્યે નું સમર્પણ, ખાનદાની અને ખુમારી, ગુજરાતીઓ ને વારસા માં જ મળ્યા છે...ને હજુ અમે જાળવી રાખ્યો છે એ વારસો.........

કોઈ ની મદદ કે હાથ પકડ્યા વિના, પોતાના ખંત, મહેનત અને નીડરતા થી ઘણા શિખરો સર કર્યા છે...
શિખરો સર કરી ને સર્વોપરી થઇ ને ગુજરાતીઓ ના પગ હજુ જમીન ઉપર જ જડાયેલા છે....

કોઈ નો હાથ પકડી ને અગર સીડી ચડી હોઈ તો, ટોચ પર જાય ને ગુજરાતીઓ હમેશા એ હાથ ને પકડી ને સાથે બેસાડે છે....આવું નહિ કે ટોચ ઉપર પહોચીને હાથ છોડાવી નાખવાનો....
ના......ખુદ ને મદદ કરનાર ને પોતે હર સંભવ મદદ કરે છે...એ ગુજરાતીઓ  


ગુજરાત.....ગુજરાતીઓ નો સ્થાપના દિવસ ને સારી શુભકામનાઓ............
 મને ગર્વ છે કે હું ગુજરાતી છું, ને ગુજરાત માં રહું છું.....................
જય જય ગરવી ગુજરાત.......................................................

Saturday 25 April 2015

ચિંતા + પ્રાર્થના




લાખો નેપાળી પ્રજાજનો માટે જેમને કદાચ પુરેપુરો અંદાજ નથી કે કેટલી મોટી હોનારતનો ભોગ બન્યા છે. .૯ની તીવ્રતા ભૂકંપ જેના આંચકા પાકિસ્તાનથી બાંગ્લાદેશ અને દેશમાં અમદાવાદ સુધી અનુભવી શકાયા એના એપીસેન્ટરની આસપાસના વિસ્તારમાં થયેલી વિનાશક અસર વિષે કલ્પના કરશો. ભૂકંપનું કેન્દ્ર ઓછી ઊંડાઈએ હોય (લામજુંગ - ૧૦ કિમી, ભુજ - ૨૩-૨૫ કિમી) એવા કિસ્સાઓમાં વિનાશક અસર (નુકશાનની દ્રષ્ટીએ- ૧૦ થી ૧૫ મેગાટન TNTના વિસ્ફોટ જેટલો) ભલે નાના વિસ્તાર સુધી સીમિત રહેત હોય પણ તમામ વિસ્તારમાં જાનમાલના નુકશાનની માત્રા ઉંચી રહેતી હોય છે. અત્યારે આપણને મીડિયા-ઈન્ટરનેટ દ્વારા જે આંકડા મળી રહ્યા છે તે ટાંચા અને હાથવગા સાધનો દ્વારા કરવામાં આવેલા ત્વરિત બચાવ કાર્ય દરમ્યાન મળેલી વિગતો છે. રાત્રીનો સમય અને સંચાર નેટવર્કના જામને કારણે હજી દૂરના વિસ્તારોની માહિતી આવી હોય શક્ય છે. સંજોગોમાં તમામ સંસાધનો સાથે કરવામાં આવી રહેલા માનવીય પ્રયત્નોથી અસરગ્રસ્તોને સહાય અને રાહત મળે તેમજ જાનહાનીનો આંકડો ખુબજ ઓછો રહે તે માટે આપણે સહુ ઈશ્વરને પ્રાર્થના કરીએ.

Wednesday 22 April 2015

ફેસબુક

એક છોકરાએ ફેસબુક પર સ્ટેટસમૂકયું.
‘લેકચર બહુ બોરંિગ છે. એટલે અત્યારે ઓનલાઈન છું. હાહાહા.’
નીચે ટીચરની કોમેન્ટ આવી ‘ગેટ આઉટ ફ્રોમ કલાસ!’
એ કોમેન્ટને પ્રિન્સિપાલે લાઈક કરી.
ત્યાં છોકરાના ફ્રેન્ડની કોમેન્ટ ટપકી ‘જલદીકેન્ટીનમેં આ જા, માહોલ મસ્ત ગરમ હૈ!’
નીચે જ મમ્મીની કોમેન્ટ થઈ ‘નાલાયક, કલાસ ભરવોના હોય તો શાક લઈને ઘેર આવ’.
એની નીચે પપ્પાએ લખ્યું ‘જોતારા લાડલાના પરાક્રમ!’
બહેને પપ્પાની કોમેન્ટલાઈકકરી.
ગર્લફ્રેન્ડે કોમેન્ટ કરી ‘જૂઠા, મને કહ્યું કે દાદી હોસ્પિટલમાં છે, એટલે નહિ મળું!’
નીચે દાદીએ લખ્યું ‘મનહૂસ ઘેર આવ એટલે તારી વાત છે, રોયા!’.....

Sunday 19 April 2015

परशुराम जयंती



शस्त्र और शास्त्र दोनों ही हैं उपयोगी,
यही पाठ सिखा गए हैं हमें योगी !
भगवान् परशुराम जयंती की बधाई !

Sunday 12 April 2015

ભરપૂર ટેલેન્ટ ધરાવતા ભારતિય, ભારત બહાર જ કેમ ?



એક મેસેજ કાલે વાંચવામાં આવ્યો.જેમાં દર્શાવવામાં આવ્યુ હતુ કે ભારતના કેટલા ટકા લોકો, વિકસિત દેશોમાં મલ્ટીનેશનલ કંપનીઓ અને વિજ્ઞાન સંસ્થાઓમાં સારી-સારી જગ્યાએ કામ કરી રહ્યા છે.
નીચે લખાણ હતુ કે " ભારતને ઓછુ આંકનાર લોકો ખાસ વાંચે."
....
આવુ કહેનારનો, દેશ માટેનો ભાવ સારો હશે પણ, મારી દ્રષ્ટીએ એન્ગલ ખોટો છે. મૂદ્દે ભારતને ઓછુ એટલે આંકવું પડે કે, ભરપૂર ટેલેન્ટ ધરાવતા ભારતિય, ભારત બહાર કેમ ?
હા,ભારતિયો ટેલેન્ટેડ છે પણ, દેશમાં યોગ્ય માહોલનો અભાવ, તેમને વિકસવા દેતો નથી.અને તેથી ેઓ બહારની વાટ પકડે છે.અને મોટા પ્રમાણમાં આવા ટેલેન્ટેડ ભારતિયોને ઉંચી પોસ્ટ ઉપર મુકનાર વિકસિત દેશો, ભલે તેમનો પણ ફાયદો જોઈને આવુ કરતા હોય તો પણ, સરાહનિય છે.કારણ કે આપણે આવુ કરી શક્યા નથી.
એટલે આવુ બહારથી શોધીશોધી અને લખીને પોરસાવા કરતા અહી અંદરનું સત્ય સ્વિકારી, તેને સુધારવા લાગી જવુ, "ભારતિય ગર્વ" ની વાત ગણાય.
એમ તો આપણી પૌરાણિક કથાઓ અનુસાર પરષુરામજીએ કેટલીય વખત આખી પૃથ્વી જીતી લીધેલી અને દાન આપી દીધેલી.પણ એનુ અત્યારે શું ? અત્યારે આપણે પાડોશી દેશની હેરાનગતિને પણ કાબૂ નથી કરી શકતા.

Tuesday 7 April 2015

હું એક જ છું . મારા જેવો બીજો નથી.



જીવનના અંતિમ ઉચ્છ્ર્વાસ સુધી જીવન સમાપ્ત થતું નથી.
પૃથ્વી પર જન્મેલો દરેક માણસ એક છે. પહેલો પુરુષ એકવચન છે, બીજો નથી. અદ્વિતીય હોય અથવા હોઈ શકે. પણ એનો દ્વિતીય નથી,
એના અંગૂઠાની છાપ, એના અક્ષરોના મરોડ, એના અવાજની ગહરાઈ, એના ચહેરાની રેખાઓ, એના અનુભવનો ગ્રાફ,
એના ભૂતકાળના ઉભાર ઉતાર, એના રક્તસંબંધો અને દિલસંબંધો, એનું પતિત્વ-પિતાત્વ-પુત્રત્વ અને સ્વત્વ અને અંતે કૃતિત્વ છંટાઈ છંટાઈને એક એવા બિંદુ પર આવીને ઊભા રહી જાય છે જ્યારે કહી શકે છે :
હું એક છું .
મારા જેવો બીજો નથી.
- ચંદ્રકાંત બક્ષી