Thursday 26 February 2015

'JO BAKA' V/S 'CANVAS'


ગુજરાતી ફિલ્મ મલ્ટિપ્લેક્સમાં રિલીઝ ના થાય, ગુજરાતી ફિલ્મની ભાષા, કપડાં બહુ ટિપીકલ હોય છે, આ બધી વાતો તો હવે જૂની થઈ ગઈ છે. હવે તો સમય આવ્યો છે અર્બન ગુજરાતી ફિલ્મ્સનો.ગુજરાતી ફિલ્મ્સનું ટાર્ગેટ ઓડિયન્સ હવે બદલાઈ રહ્યું છે. આ ફ્રાઈડે એકસાથે  બે ગુજરાતી ફિલ્મ્સ રિલીઝ થઈ રહી છે. નિર્માતા-દિગ્દર્શક ઉત્પલ મોદીની ‘જો બકા’ અને દિગ્દર્શક વિજય.કે પટેલની ‘કેનવાસ’. ‘જોે બકા’ ફિલ્મમાં યંગસ્ટર્સને સ્પર્શતો લવ મેરેજ વર્સિસ એરેન્જ મેરેજનો મુદ્દો કોમિક રીતે રજૂ કરાયો છે,જ્યારે ‘કેનવાસ’માં જીવનના સાત રંગોની સાત કથા દર્શાવાઈ છે.

 - આજે ‘જો બકા’ V/S‘કેનવાસ’
 - બોલિવૂડ વર્સિસ બોલિવૂડ કે હોલિવૂડ વર્સિસ હોલિવૂડની ટક્કર તો આપણે મલ્ટિપ્લેક્સ ઘણીવાર જોઈ છે, પણ ઢોલિવૂડ વર્સિસ ઢોલિવૂડ જોવા ભાગ્યે જ જોવા મળે છે. આજે બે અર્બન ગુજરાતી ફિલ્મ એક સાથે રિલીઝ થવાની છે.

‘જો બકા’માં લવ મેરેજ કે એરેન્જ્ડ મેરેજની વાત
આજે અમદાવાદમાં 16 મલ્ટિપ્લેક્સમાં રિલીઝ થનારી મારી ફિલ્મ ‘જો બકા’માં લવ મેરેજ કે અરેન્જ્ડ મેરેજની વાત છે. આજના યંગસ્ટર્સને લવ મેરેજ કરવા છે, જ્યારે પેરેન્ટ્સ અરેન્જ્ડ મેરેજ ઈચ્છે છે. આ ફિલ્મના ડાયલોગ યંગસ્ટર્સ રોજબરોજની ભાષામાં બોલતા હોય તેવા ગુજલીશ છે. ‘બકો’ કેરેક્ટર ઘણું પોપ્યુલર થયેલું છે અને તેનાથી ઈન્સપાયર થઈને નામ રાખ્યું છે. આજે બે ગુજરાતી ફિલ્મ્સ રિલીઝ થાય છે, પણ બંને ફિલ્મના જોનર અલગ છે.  - ઉત્પલ મોદી, ‘જો બકા’ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક

‘કેનવાસ’માં મેઘધનુષની જેમ જીવનના સાત રંગો
મેઘધનુષમાં ‘જાનીવાલીપીનારા’માં જેમ સાત રંગો હોય છે તેવી જ રીતે આ ફિલ્મમાં પણ જીવનના સાત રંગોને સાત વાર્તાઓમાં વણી લેવામાં આવ્યા છે.  આ એક મૌલિક વાર્તા છે, નેરેટિવ સ્ક્રીન પ્લે છે. ગુજરાતમાં શુટ કરેલી, ગુજરાતી કલાકારોની જ આ ફિલ્મ છે.  અર્બન ગુજરાતી ભાષાના સંવાદો છે. મારી ફિલ્મ રિલીઝ થાય છે તે દિવસે બીજી પણ ગુજરાતી ફિલ્મ રિલીઝ થાય છે તે વાતની મને માત્ર ખુશી નથી પણ ગર્વ છે.  વિજય કે. પટેલ, ‘કેનવાસ’ ફિલ્મના દિગ્દર્શક

Wednesday 25 February 2015

અમદાવાદ એટલે એવું શહેર કે જ્યાં;
" ઠંડી માં પણ આઈસક્રીમ નું મારકેટ ગરમ હોય "
" ધોધમાર વરસાદમાં પલળતા પલળતા બિનદાસ મકાઈ ઝાપટતા હોય "
" વડાપાંઉ જો તમતમતો તીખો ન હોય તો લારી વાળા નું આવી જ બને "
" સિનેમેકસમાં મફત પાર્કિંગ કરીને લોકો સિટી ગોલ્ડમાં મુવી જોવા જાય "
" રવિવારે હોટલમાં ગમે એટલું દબાવી ને ખાધું હોય તો પણ આઈસક્રીમ વગર ના જ ચાલે"
" મોર્નિંગ વોક કરતા લોકો નાસ્તો કરવા વધુ આવતા હોય તેમ લાગે "
" સવારની ચા અને અખબાર વગરતો શરૂઆત પણ ના થાય "
" 108 આવે એ પહેલાં તો લોકો દર્દીની દવાખાનામાં પહોંચાડી આવ્યા હોય "
" દિવસ માં એક વાર જો બકકા ન બોલે તો એ અમદાવાદનો ના કહેવાય "
" ગમે તેટલો દુઃખી હોય તો પણ તહેવાર તો ધામધૂમથી જ ઊજવે "
" કરોડપતિ હોય કે સામાન્ય ઘર નો હોય લગનમાં રસ્તા પર અચૂક નાચી લે"
" ગરબા પત્યા પછી માણેકચોક જવાનું ન ચૂકે "
" હંમેશા એકબીજાને મદદરૂપ બને અને લાગણીઓ ને સરળતાથી રજૂ કરે "
તો બકકા... એવા તમામ અમદાવાદીઓ ને સલામ અને મને અમદાવાદી હોવાનો ગર્વ છે....
અમદાવાદનો 604મો જન્મ દિવસ અમદાવાદ ને મુબારક
‪#‎HappyBirthday‬ ‪#‎Ahmedabad



Monday 16 February 2015

આવતીકાલે શિવરાત્રી જેવુ પાવન પર્વ હોય, ઈશરદાન ગઢવીએ એક ડાયરામાં કહેલી મહાદેવ ભોળાનાથની વાત યાદ આવે છે.
એક દિવસ નારદજીને કોઈ એ પુછ્યું કે બીજા કોઈ દેવો નહીં અને શંકર ભગવાનને જ કેમ મહાદેવ કહેવામા આવે છે?
અને ત્યારે નારદજીએ બહુ સુંદર જવાબ આપ્યો હતો..
શંકર ભગવાન ભોળા નાથ છે,જલ્દી પ્રશન્ન થઈ જાય છે,
.
જે પોતાના કંઠ માં નીલવર્ણું હળહળતું વીષ લઈ ને બેઠા છે,
.
જેની માથે સાક્ષાત ગંગાજી બિરાજે છે,
.
જે પોતે તો પૂજાય પરંતુ તેના પત્ની પાર્વતી પણ પૂજાય,
.
તેમના પત્ની તો પૂજાય પરંતુ તેમના બાળકો ગણેશ અને કાર્તિકેય પણ પૂજાય,
.
તેના બાળકો તો પૂજાય તેની વહુઓ રિદ્ધિ સિદ્ધિ પણ પૂજાય,
.
તેની વહુઓ તો પૂજાય તેના પૌત્રો લાભ અને શુભ પણ પૂજાય,
.
તેના પૌત્રો તો પૂજાય તેનું વાહન નંદી પોઠિયો પણ પૂજાય,
.
તેનું વાહન તો પૂજાય તેનું શસ્ત્ર ત્રિશુલ પણ પૂજાય.
.
તેનું વાહન તો પૂજાય તેના ઘરેણાં એટલેકે નાગ દેવતા પણ પૂજાય
.
બીજા કોઈ દેવના પુત્રો, વહુઓ કે પૌત્રો પૂજાતા નથી
.
અને આમ જેનું સર્વત્ર પૂજાય તેવા દેવ ને મહાદેવ કહેવાય...
.
જય ભોલેનાથ.....
.
દરેક મિત્રોને શિવરાત્રીના પાવન પર્વની આગોતરી શુભેચ્છાઓ...!!