Thursday 26 February 2015

'JO BAKA' V/S 'CANVAS'


ગુજરાતી ફિલ્મ મલ્ટિપ્લેક્સમાં રિલીઝ ના થાય, ગુજરાતી ફિલ્મની ભાષા, કપડાં બહુ ટિપીકલ હોય છે, આ બધી વાતો તો હવે જૂની થઈ ગઈ છે. હવે તો સમય આવ્યો છે અર્બન ગુજરાતી ફિલ્મ્સનો.ગુજરાતી ફિલ્મ્સનું ટાર્ગેટ ઓડિયન્સ હવે બદલાઈ રહ્યું છે. આ ફ્રાઈડે એકસાથે  બે ગુજરાતી ફિલ્મ્સ રિલીઝ થઈ રહી છે. નિર્માતા-દિગ્દર્શક ઉત્પલ મોદીની ‘જો બકા’ અને દિગ્દર્શક વિજય.કે પટેલની ‘કેનવાસ’. ‘જોે બકા’ ફિલ્મમાં યંગસ્ટર્સને સ્પર્શતો લવ મેરેજ વર્સિસ એરેન્જ મેરેજનો મુદ્દો કોમિક રીતે રજૂ કરાયો છે,જ્યારે ‘કેનવાસ’માં જીવનના સાત રંગોની સાત કથા દર્શાવાઈ છે.

 - આજે ‘જો બકા’ V/S‘કેનવાસ’
 - બોલિવૂડ વર્સિસ બોલિવૂડ કે હોલિવૂડ વર્સિસ હોલિવૂડની ટક્કર તો આપણે મલ્ટિપ્લેક્સ ઘણીવાર જોઈ છે, પણ ઢોલિવૂડ વર્સિસ ઢોલિવૂડ જોવા ભાગ્યે જ જોવા મળે છે. આજે બે અર્બન ગુજરાતી ફિલ્મ એક સાથે રિલીઝ થવાની છે.

‘જો બકા’માં લવ મેરેજ કે એરેન્જ્ડ મેરેજની વાત
આજે અમદાવાદમાં 16 મલ્ટિપ્લેક્સમાં રિલીઝ થનારી મારી ફિલ્મ ‘જો બકા’માં લવ મેરેજ કે અરેન્જ્ડ મેરેજની વાત છે. આજના યંગસ્ટર્સને લવ મેરેજ કરવા છે, જ્યારે પેરેન્ટ્સ અરેન્જ્ડ મેરેજ ઈચ્છે છે. આ ફિલ્મના ડાયલોગ યંગસ્ટર્સ રોજબરોજની ભાષામાં બોલતા હોય તેવા ગુજલીશ છે. ‘બકો’ કેરેક્ટર ઘણું પોપ્યુલર થયેલું છે અને તેનાથી ઈન્સપાયર થઈને નામ રાખ્યું છે. આજે બે ગુજરાતી ફિલ્મ્સ રિલીઝ થાય છે, પણ બંને ફિલ્મના જોનર અલગ છે.  - ઉત્પલ મોદી, ‘જો બકા’ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક

‘કેનવાસ’માં મેઘધનુષની જેમ જીવનના સાત રંગો
મેઘધનુષમાં ‘જાનીવાલીપીનારા’માં જેમ સાત રંગો હોય છે તેવી જ રીતે આ ફિલ્મમાં પણ જીવનના સાત રંગોને સાત વાર્તાઓમાં વણી લેવામાં આવ્યા છે.  આ એક મૌલિક વાર્તા છે, નેરેટિવ સ્ક્રીન પ્લે છે. ગુજરાતમાં શુટ કરેલી, ગુજરાતી કલાકારોની જ આ ફિલ્મ છે.  અર્બન ગુજરાતી ભાષાના સંવાદો છે. મારી ફિલ્મ રિલીઝ થાય છે તે દિવસે બીજી પણ ગુજરાતી ફિલ્મ રિલીઝ થાય છે તે વાતની મને માત્ર ખુશી નથી પણ ગર્વ છે.  વિજય કે. પટેલ, ‘કેનવાસ’ ફિલ્મના દિગ્દર્શક

No comments:

Post a Comment