Sunday 12 April 2015

ભરપૂર ટેલેન્ટ ધરાવતા ભારતિય, ભારત બહાર જ કેમ ?



એક મેસેજ કાલે વાંચવામાં આવ્યો.જેમાં દર્શાવવામાં આવ્યુ હતુ કે ભારતના કેટલા ટકા લોકો, વિકસિત દેશોમાં મલ્ટીનેશનલ કંપનીઓ અને વિજ્ઞાન સંસ્થાઓમાં સારી-સારી જગ્યાએ કામ કરી રહ્યા છે.
નીચે લખાણ હતુ કે " ભારતને ઓછુ આંકનાર લોકો ખાસ વાંચે."
....
આવુ કહેનારનો, દેશ માટેનો ભાવ સારો હશે પણ, મારી દ્રષ્ટીએ એન્ગલ ખોટો છે. મૂદ્દે ભારતને ઓછુ એટલે આંકવું પડે કે, ભરપૂર ટેલેન્ટ ધરાવતા ભારતિય, ભારત બહાર કેમ ?
હા,ભારતિયો ટેલેન્ટેડ છે પણ, દેશમાં યોગ્ય માહોલનો અભાવ, તેમને વિકસવા દેતો નથી.અને તેથી ેઓ બહારની વાટ પકડે છે.અને મોટા પ્રમાણમાં આવા ટેલેન્ટેડ ભારતિયોને ઉંચી પોસ્ટ ઉપર મુકનાર વિકસિત દેશો, ભલે તેમનો પણ ફાયદો જોઈને આવુ કરતા હોય તો પણ, સરાહનિય છે.કારણ કે આપણે આવુ કરી શક્યા નથી.
એટલે આવુ બહારથી શોધીશોધી અને લખીને પોરસાવા કરતા અહી અંદરનું સત્ય સ્વિકારી, તેને સુધારવા લાગી જવુ, "ભારતિય ગર્વ" ની વાત ગણાય.
એમ તો આપણી પૌરાણિક કથાઓ અનુસાર પરષુરામજીએ કેટલીય વખત આખી પૃથ્વી જીતી લીધેલી અને દાન આપી દીધેલી.પણ એનુ અત્યારે શું ? અત્યારે આપણે પાડોશી દેશની હેરાનગતિને પણ કાબૂ નથી કરી શકતા.

No comments:

Post a Comment