Saturday 25 April 2015

ચિંતા + પ્રાર્થના




લાખો નેપાળી પ્રજાજનો માટે જેમને કદાચ પુરેપુરો અંદાજ નથી કે કેટલી મોટી હોનારતનો ભોગ બન્યા છે. .૯ની તીવ્રતા ભૂકંપ જેના આંચકા પાકિસ્તાનથી બાંગ્લાદેશ અને દેશમાં અમદાવાદ સુધી અનુભવી શકાયા એના એપીસેન્ટરની આસપાસના વિસ્તારમાં થયેલી વિનાશક અસર વિષે કલ્પના કરશો. ભૂકંપનું કેન્દ્ર ઓછી ઊંડાઈએ હોય (લામજુંગ - ૧૦ કિમી, ભુજ - ૨૩-૨૫ કિમી) એવા કિસ્સાઓમાં વિનાશક અસર (નુકશાનની દ્રષ્ટીએ- ૧૦ થી ૧૫ મેગાટન TNTના વિસ્ફોટ જેટલો) ભલે નાના વિસ્તાર સુધી સીમિત રહેત હોય પણ તમામ વિસ્તારમાં જાનમાલના નુકશાનની માત્રા ઉંચી રહેતી હોય છે. અત્યારે આપણને મીડિયા-ઈન્ટરનેટ દ્વારા જે આંકડા મળી રહ્યા છે તે ટાંચા અને હાથવગા સાધનો દ્વારા કરવામાં આવેલા ત્વરિત બચાવ કાર્ય દરમ્યાન મળેલી વિગતો છે. રાત્રીનો સમય અને સંચાર નેટવર્કના જામને કારણે હજી દૂરના વિસ્તારોની માહિતી આવી હોય શક્ય છે. સંજોગોમાં તમામ સંસાધનો સાથે કરવામાં આવી રહેલા માનવીય પ્રયત્નોથી અસરગ્રસ્તોને સહાય અને રાહત મળે તેમજ જાનહાનીનો આંકડો ખુબજ ઓછો રહે તે માટે આપણે સહુ ઈશ્વરને પ્રાર્થના કરીએ.

No comments:

Post a Comment