Thursday 19 March 2015

ના પાડવાની કળા:



ના પાડવાની કળા:
ઘણીવખત અમુક ડાહ્યા અને ભોળા લોકો અમુક કામની ના પાડી શકતા નથી અને પછી તે કામ ને લીધે સહપરીવાર હેરાન થાય છે.
.
ડેલ કાર્નેગીએ પણ સુખી થવાના ઘણા રસ્તા બતાવ્યા છે તેમાં પણ તેને માર્ગ બતાવ્યો છે, જીવનમાં ના કહેતા શીખો.
.
જોકે અમુક ચતુર લોકો તો એક બે અનુભવ પછી કળા હસ્તગત કરીજ લેતા હોય છે. પરંતુ એવો પણ વર્ગ છે જે ગમે તેટલા અનુભવ થયા પછી પણ વિચારે છે કે
ના કેમ પાડવી?
તેમણે ખરાબ લાગશે તો?
હું ના પાડીશ તો વાત તેના દિમાગમાં જીંદગીભર સાચવી રાખશે તો?
મારે ક્યારેક તેની જરૂર પડશે અને તે પણ ના પાડી દેશે તો? વગેરે વગેરે..
અને ચોખ્ખી ના પાડી શકવાને કારણે ઘણી વખત દૃષ્ટલોકો તેનો દૂરઉપયોગ પણ કરે છે.
 સંસ્કૃતના એક શ્લોકમાં "ના" પાડવાની 6 રીતો બતાવી છે.

આમ કુલ 6 પ્રકર વર્ણવ્યા છે.
* મૌન રાખવું અથવા કઈ બોલવુજ નહીં.
* ઉતર આપતા સમયનો ગાળો રાખવો. (મને.........એમ કરોને આવતા મંગળવારે ફોન કરો ને.. )
* ત્યાથી ચાલ્યા જવું (એક્સક્યુંઝમી બોસ બોલાવે જવું પડશે, પછી વાત.. )
* જમીન તરફ જોયા કરવું
* ભવા ચડાવીને બીજા તરફ જોઈને સતત વાતો કર્યા કરવી.
* ચોખ્ખી ના પડી દેવી
સંસ્કૃત શ્લોકમાં લાઘવ અને લક્ષ્યવેધ હોય છે. જે પણ કઈ કહેવું હોય તે શબ્દો બગાડ્યા વગર સ્પષ્ટપણે કહી શકાય છે. અને એજ સુરેખ કવિતાનું લક્ષણ છે.

No comments:

Post a Comment